સમગ્ર વિશ્વમાં પોતાની અમીટ છાપ છોડી જનારા યુગપુરૂષ સ્વામી વિવેકાનંદનો આજે જન્મ દિવસ દેશમાં યુવા દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. તેમણે અમેરિકાના શિકાગોમાં સનાતન ધર્મને શ્રેષ્ઠ સાબિત કર્યો હતો. કહેવાય છે કે જ્યારે પણ તેઓ ભાષણ આપતા ત્યારે શ્રોતાઓ તેમના ભાષણથી મંત્રમુગ્ધ થઈ જતા હતા. આજે પણ યુવાનો સ્વામી વિકાનંદને પોતાનો આદર્શ માને છે. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આજના યુવાનોએ તેમના વિચારોમાંથી શીખ મેળવીને જીવનમાં અપનાવવી જોઈએ. તેમના વિચારોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક અલગ છાપ છોડી દીધી. સ્વામી વિવાકાનંદ તેમના દેશ અને સંસ્કૃતિને સંપૂર્ણ રીતે સમર્પિત હતા. તેણે નાની ઉંમરે વધુ જ્ઞાન મેળવ્યું હતું. નાની ઉંમરે જ્ઞાન મેળવવાની સાથે જીવનના ગહન રહસ્યો પણ સમજ્યા હતા. માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે ધર્મ અને સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો. માત્ર 39 વર્ષની નાની વયે તેમનું અવસાન થયું હતું. પરંતુ તેમના વિચારો અને નામ યુગો સુધી જીવંત રહેશે.
સ્વામી વિવેકાનંદને ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો પ્રેમ હતો. મહાન સંત અને આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. સ્વામી વિવેકાનંદ ભગવાનની શોધમાં હતા અને પછી તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા હતા. સ્વામી વિવેકાનંદના જીવનમાં એક ખૂબ જ મુશ્કેલ સમય હતો જ્યાં તેમના પિતાના અવસાન પછી તેમના પરિવારને આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું હતું. તે સમયે તેણે રામકૃષ્ણ પરમહંસને ભગવાનને પ્રાર્થના કરવા કહ્યું કે તેની આર્થિક સ્થિતિ સુધરે.ત્યારબાદ રામકૃષ્ણ પરમહંસએ કહ્યું કે તે પોતે પણ ભગવાનને તેની સમસ્યા વિશે જણાવે અને તેના માટે પ્રાર્થના પણ કરે. તેમના ગુરુની સલાહ પર, સ્વામી વિવેકાનંદ મંદિરમાં ગયા અને ભગવાનને શાણપણ અને ત્યાગ માટે પ્રાર્થના કરી. આ દિવસથી સ્વામી વિવેકાનંદને ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ પડ્યો અને તેઓ તપસ્વી જીવન તરફ આકર્ષાયા. આ પછી, ત્યાગ અને સંતત્વ તેમના માટે સંસારની ચિંતાઓમાંથી મુક્તિનો માર્ગ બની ગયો.
About Team gujarat365
Gujarat 365 team.