અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતી મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 277 ઈલેક્ટોરલ વોટ મેળવ્યા છે, જ્યારે કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. અમેરિકન ચૂંટણીમાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ છે. જીતવા માટે 270 ઇલેક્ટોરલ વોટ જીતવા જરૂરી છે. ઈલેક્ટોરલ અને પોપ્યુલર વોટમાં કમલા હેરિસ ટ્રમ્પથી ઘણા પાછળ રહ્યા છે.
વિજયની જાહેરાત કરતા પહેલા ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં સંમેલન કેન્દ્રમાં રિપબ્લિકન સમર્થકોની ભીડને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "આ અમેરિકન લોકો માટે એક જબરદસ્ત જીત છે, જે અમને અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે સક્ષમ બનાવશે."
પોતાના સમર્થકોને સંબોધતા ટ્રમ્પે કહ્યું, "અમે મતદાતાઓ માટે બધું જ યોગ્ય બનાવવા જઈ રહ્યા છીએ. આ એક રાજકીય જીત છે જે આપણા દેશે પહેલા ક્યારેય જોઈ નથી. 47માં રાષ્ટ્રપતિ તરીકે, હું દરરોજ તમારા માટે લડીશ." આ અમેરિકા માટે એક મહાન વિજય છે, જે અમેરિકાને ફરીથી મહાન બનાવશે.
ટ્રમ્પે કહ્યું, "જ્યાં સુધી અમે આપણા બાળકોને મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ અમેરિકા ન આપીએ ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. તેમણે દાવો કર્યો હતો કે ભવિષ્ય અમેરિકા માટે "સુવર્ણ યુગ" હશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા અને તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા. મોદીએ તેના પર લખ્યું, ચાલો આપણે બધા આપણા લોકોના ભલા માટે સાથે મળીને કામ કરીએ અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપીએ.
About Team gujarat365
Gujarat 365 team.