સુરતમાં ઝાડા ઉલટીથી બે લોકોના મોત થતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સચિન GIDC વિસ્તારમાં અને ગોડાદરા વિસ્તારમાં બે વ્યક્તિના મોત થયા છે. ઝાડા ઉલ્ટીથી બેના મોત થતાં સુરત મ્યુનિશિપલ કોર્પોરેશનની ટીમે આ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.
સુરતના સચીન GIDCમાં રહેતા 2 વર્ષના બાળક વિષ્ણુ પાસવાન અને ગોડાદરા વિસ્તારમાં અને એક મહિલાનું ઝાડા-ઉલટીને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. ઝાડા-ઉલટીના કેસ વધતા મનપાનુ તંત્ર દોડતું થયુ છે. વિગતો મુજબ અહીં એક મહિલા અને એક બાળક ઝાડા-ઉલટીના કારણે મૃત્યુ થયા હતા. આ બેના મોત સાથે જ હવે સુરત મહાનગરપાલિકાની ટીમે પાણીજન્ય રોગનું સંક્રમણ થયું છે કે કેમ એ જાણવા માટે સર્વે હાથ ધર્યો છે.
About Team gujarat365
Gujarat 365 team.