નવાગામ- ડીંડોલીને સીધા સુરતના રિંગરોડ સાથે જોડતો અંડરપાસની સુવિધા મળશે

1 min read
Thumbnail

નવાગામ- ડીંડોલી તો હવે સીધું સુરત સાથે જ જોડાયેલું ગામ છે, ત્યારે તેને સુરત સાથેનો વ્યવહાર સાનુકૂળ રહે એ માટે રેલવેનો અંડર બ્રિજ બનશે. દિવાળી સુધીમાં એ બ્રિજ ચાલુ થશે એવી અપેક્ષા છે.

નવાગામ - ડીંડોલી અને સુરત વચ્ચેનો વ્યવહાર અવિરત ચાલુ રહેએ માટે રેલવે અંડરપાસ બની રહ્યો છે. સુરતમાં રહેલા સિમેન્ટ યાર્ડને હવે ઉઘના ખસેડવામાં આવી રહ્યું છે, ત્યારે ત્યાંથી લઈને તાપ્તી લાઈન નીચેથી આ અંડર પાસ પસાર થશે. આ રેલવે ટ્રેક હેઠળનો અંડરપાસ 180 મીટર લાંબો હશે, જ્યારે આખો અંડરપાસ 500 મીટરનો બનશે. અંડર પાસનું મહદઅંશે કામ પુરૂં થઈ ગયું છે. ડીંડોલી બાજુએ અંડરપાસનો રેમ્પ બની રહ્યો છે. આ અંડર પાસ શરૂ થઈ જતાં ડીંડોલીના લોકો માટે આ નવો માર્ગ સુરત સાથે જોડશે.

ઉઘના રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએથી નિલગીરી સર્કલથી ડીંડોલી – નવાગામ સુધીનો આ માર્ગ સુવિધાજનક બની રહેશે. આ માર્ગ દિવાળી સુધીમાં શરૂ થઈ જાય એવું લાગે છે. રેલવે ટ્રેક અને બીજી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. નિલગીરી સર્કલની બાજુએ રેમ્પ પણ બની ગયું છે. આ બે લેનનો અંડરપાસ છે. જો કે આ ટનલ અંડરપાસ ફક્ત નાના વાહનો – સ્કુટર, કાર અને રિક્ષા માટે જ બની રહી છે, તેથી લોકોનો સુરત સાથેનો વ્યવહાર માટે વધુ એક સુવિધા મળશે. ઉધના ઈસ્ટમાં નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે, તેની કનેક્ટીવિટી પણ આ અંડર પાસથી ડીંડોલ- નવગામને મળશે.

સુરતના વિકાસના આ કામનો વીડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો : https://youtu.be/rfLwHkIBOl8

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.