હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ

1 min read
Thumbnail

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તમામ 90 બેઠકો માટે આજે તા. 5 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યભરમાં 20,632 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદાન થશે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 90માંથી 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે પણ 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીપીએમ માત્ર એક સીટ પર ચૂંટણી લડી રહી છે. જેજેપી-આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન 78 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જેમાંથી જેજેપીને 66 અને એએસપીને 12 બેઠકો આપવામાં આવી છે. ILNDએ 51 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે તેના સહયોગી BSPને 35 બેઠકો આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 88 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 1,031 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 101 મહિલાઓ છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.