ચૂંટણીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને જ તેમના પક્ષના પ્રતિકો ચૂંટણીના નિશાન તરીકે ફાળવવામાં આવતા હોય છે. પરંતુ બીજા અનેક નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો માટે જુદા જુદા પ્રતિકો પસંદ કરવાના હોય છે. આ પ્રતિકોમાં સૌથી વધુ પ્રતિકો શાકભાજી અને ફળોના પ્રતિકો હોય છે.
તરબૂચ, અખરોટ, ફણસ, લીલુ મરચું, શીમલા મરચું, સફરજન, ફ્લાવર, વટાણા, નાળિયેરી ફાર્મ, નાસપતિ, શેરડી, મગફળી, ખેડૂત, ભિંડો, આદુ, ફળની ટોકરી જેવા પ્રતિકોમાંથી ઉમેદવારોને ફાળવણી થતી હોય છે. એ જ રીતે વિવિધ રમતોમાંથી પણ કેટલાક પ્રતિકો ફાળવવામાં આવતા હોય છે. વિવિધ રમતોના સાધનો સહિત કૂલ 12 ચૂંટણી પ્રતિકો પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત ક્ષેત્રમાંથી બેટ, બેટ્સમેન, હોકી રમતો ખેલાડી, ટેનિસ બોલ, ભાલાફેંક, કેરમ, ફૂટબોલ ખેલાડી, કૂદવાનું દોરડું, ચેસબોર્ડ, ટેનિસ બોલ, ડમ્બેલ, હોકી અને બોલ, સ્ટમ્પ, ટેનિસ બોલ અને રેકેટ જેવા પ્રતિકોમાંથી ઉમેદવારો પસંદ કરી શકશે.
જો કે આ વખતે મુક્ત પ્રતિકોની યાદીમાં કુલર, રોબોટ, ચીપિયો, ઘોડિયું, પગમોજાં, ગરણી, સિટી, સ્ટેપલર, રોડ રોલર, રિમોટ, ટેન્ટ, સાબુદાની, ટ્રક, એસી, પગમોજાં, ટ્યુબલાઇટ અને શટર જેવા પ્રતિકોનો પણ સમાવેશ કરાયો છે.
About Team gujarat365
Gujarat 365 team.