ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન કેમ ઘૂંટણીયે પડ્યું, જાણો રહસ્ય

2 min read
Thumbnail

ઓસ્ટ્રેલિયાએ ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.જો કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે, એ પછી સેમીફાઈનલના દાવેદાર નક્કી થશે. શુક્રવારે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદ વિલન બન્યો હતો.

શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા, અફઘાનિસ્તાને 50 ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલા 273 રન બનાવ્યા. ૨૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ૧૨.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૦૯ રન બનાવ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો અને મેચ રોકી દેવામાં આવી. લાંબી રાહ જોયા પછી પણ મેચ ફરી શરૂ થઈ શકી નહીં અને અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.

આ મેચ ડ્રો થયા બાદ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા. જે બાદ ઓસ્ટ્રેલિયાએ 4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અફઘાનિસ્તાનના 3 મેચ બાદ ફક્ત 3 પોઈન્ટ છે અને તેમનો નેટ રન રેટ પણ ખૂબ ઓછો છે. આ સ્થિતિમાં, તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્રીજો મેચ પૂર્ણ થઈ શક્યો નહીં અને તેમને 3 મેચમાં 4 પોઈન્ટ મળ્યા અને તેઓ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને આવી ગયા છે.

ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ 4 માર્ચે અને બીજી સેમિફાઇનલ 5 માર્ચે રમાશે. આ પહેલા શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.