પીવી સિંધુએ લગ્ન પછી એવું તે શું કર્યું કે ચર્ચામાં આવી ગઈ, જાણો

1 min read
Thumbnail

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ લગ્ન પછીની પોતાની પહેલી ઇવેન્ટમાં જીત સાથે શરૂઆત કરી, અને BWF ઇન્ડિયા ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મંગળવારે ભારત માટે મિશ્ર દિવસ રહ્યો કારણ કે પાંચમી ક્રમાંકિત મહિલા ડબલ્સ જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ સુપર 750 ઇવેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

તાજેતરમાં ફોર્મ અને રેન્કિંગમાં ઘટાડાને દૂર કરીને ટોચના 10 માં પાછા ફરવાની પીવી સિંધુ આશા રાખી રહી છે.તેણે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 માં 51 મિનિટની મેચમાં ચાઇનીઝ તાઈપેઈની સુંગ શુઓ યુનને ૨૧-૧૪, ૨૨-૨૦ થી હરાવી હતી.

કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ત્રિશા અને ગાયત્રીને બિનક્રમાંકિત જાપાની જોડી અરિસા ઇગારાશી અને આયાકો સાકુરામોટો સામે 21-23, 19-21 થી ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.