ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા સામેનો વિવાદ ઠંડો પડતો જણાતો નથી, ત્યારે હવે મોદી જ એ આક્રોશને ઠંડો પાડશે એમ લાગે છે. આગામી 22 મીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે. વડાપ્રધાન મોદી એ દિવસે રાજકોટમાં પહેલી ચૂંટણી સભા યોજશે અને એ દ્વારા રૂપાલા સામે ક્ષત્રિય સમાજના આક્રોશને ઠંડો પાડવાનો પ્રયાસ કરશે એમ લાગે છે.
12 મી એપ્રિલે ચૂંટણી માટે જાહેરનામું બહાર પડી જશે. એ સાથે જ ઉમેદવારી કરવાનું શરૂ થશે. ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી જ છે. કયો ઉમેદવાર ક્યારે ઉમેદવારી નોંધાવશે એ માટેની તારીખ પણ નક્કી કરી દેવાઇ છે.
છેલ્લી બે ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ તમામ બેઠકો જીતી હેટ્રીક કરવા માંગે છે. ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ઉતરી રહ્યા છે. તેમની પહેલી જાહેર સભા 22 મી એપ્રિલે રાજકોટ ખાતે યોજાશે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનની સભા યોજાશે. એ જ રીતે દક્ષિણ ગુજરાત, મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં પણ વડાપ્રધાન મોદીની જાહેર સભાનું આયોજન થશે. એ માટેની તારીખ હવે પછી જાહેર થશે.
About Team gujarat365
Gujarat 365 team.