આ ચાર એક્ઝિટ પોલમાં કયા પક્ષનો થયો જયજયકાર ?

1 min read
Thumbnail

છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થઇ જવા સાથે જ ટીવી ચેનલો પર એક્ઝિટ પોલના વર્તારા શરૂ થઇ ગયા છે. આ એક્ઝિટ પોલમાં ચાર સરવેમાં એનડીએના વિજયના સંકેત આપવામાં આવ્યા છે. કયા કયા પોલે કોને કેટલી બેઠક મળશે એવી આગાહી જાણવી હોય તો આ રિપોર્ટ ધ્યાનથી વાંચો.

એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી દેખાઈ રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 સીટો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.

જન કી બાતના એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ભારત ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. એ ઉપરાંત ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનું અનુમાન છે કે એનડીએને 371 સીટો મળશે. ઈન્ડિયા એલાયન્સ 125 સીટો જીતી શકે છે અને અન્ય 47 સીટો જીતી શકે છે.

રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 118-133 બેઠકો મળી શકે છે. રિપબ્લિક ટીવી-પી MARQ એ એક્ઝિટ પોલમાં NDA માટે સૌથી ઓછી બેઠકો જાહેર કરી છે. રિપબ્લિક TV-P MARQ અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં NDA 359 સીટો જીતી શકે છે, ઇન્ડિયા એલાયન્સ 154 સીટો અને 30 અન્ય સીટો જીતી શકે છે.

આ લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુના નારા સાથે ચૂંટણી લડી રહી હતી. આ ચાર એક્ઝિટ પોલમાં એનડીએ 400ને પાર કરતી જોવા મળી નથી. જો કે, જન કી બાત એક્ઝિટ પોલે ભાજપને મહત્તમ 362-392 બેઠકો આપી છે, જે 400ની નજીક છે.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.