બેંગલુરૂમાં કોહલીના પબ વિરૂદ્ધ પોલીસે કેમ કાર્યવાહી કરી ?

1 min read
Thumbnail

કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખુલુ રાખી ઘોંઘાટ કરવા બદલ જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનાં પબ સામે ફરિયાદ નોંધી હતી.

બેંગલુરૂમાં એમજી રોડ પર આવેલા ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનાં વન 8 પબ સામે ફરિયાદ આવતા પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ અંગે બેંગલુરૂનાં ડીસીપી સેન્ટ્રલે જણાવ્યું હતું કે, અમે રાત્રે 1:30 વાગ્યા સુધી ચલાવવા બદલ લગભગ 3-4 પબ બંધ કરાવ્યા હતા. આ પબમાં રાત્રે લાઉડ મ્યુઝિક વગાડવામાં આવતું હોવાની ફરિયાદ પણ મળી હતી. પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખવાની છૂટ છે. એ સમય બાદ પબ ચલાવી શકાય નહીં. MG રોડ પર સ્થિત વન-8 કોમ્યુન પબ ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે. 6 જુલાઈના રોજ, વન-8 કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતાં વધુ ચલાવવા બદલ FIR નોંધવામાં આવી હતી.

વન-8 પબની બેંગલુરુ બ્રાન્ચ ડિસેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી. દિલ્હી અને મુંબઈ પછી તેણે વન-8ની ત્રીજી બ્રાન્ચ માટે બેંગલુરુ પસંદ કર્યું હતું.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.