ભારતનો 17 વર્ષનો ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયનશિપનો સૌથી યુવા દાવેદાર બની ગયો છે.
ડી ગુકેશ ચેન્નાઈમાં આયોજિત ક્વોલિફાઈંગ ઈવેન્ટ 'ધ કેન્ડીડેટ' ટુર્નામેન્ટ પ્રથમ વખત જીત્યો હતો. આ પછી ડી ગુકેશ ટોરોન્ટોમાં અમેરિકાના નાકામુરા સાથે ફાઈનલ રાઉન્ડ ડ્રો કરવામાં સફળ રહ્યો હતો. જોકે, અંતિમ પરિણામ માટે ડી ગુકેશને અમેરિકાના કારુઆના અને રશિયાના નેપોમ્નિઆચી વચ્ચે રમાયેલી રમતના પરિણામની રાહ જોવી પડી હતી.
આ બંને વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થયા પછી, ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો સૌથી યુવા દાવેદાર બન્યો છે.
About Team gujarat365
Gujarat 365 team.