આજે ઓલિમ્પિકમાં ભારતને ચંદ્રક મળી શકે

2 min read
Thumbnail

ભારત માટે, સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિકના 10મા દિવસે સોમવારે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. લક્ષ્યને રવિવારે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે હજુ પણ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. સોમવારે મહિલાઓની 400 મીટરમાં કિરણ પહલ અને પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.

લક્ષ્ય સેને મેન્સ સિંગલ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો અને હવે તેની પાસે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી બનવાની સુવર્ણ તક છે. લક્ષ્યનો સોમવારે સાતમા ક્રમાંકિત મલેશિયાના લી જી જિયાનો સામનો થશે. જો તે મલેશિયાના આ ખેલાડીના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે દેશને પેરિસ ગેમ્સનો ચોથો મેડલ અપાવશે.

પેરિસ ઓલિમ્પિકના 10મા દિવસે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે...

શૂટિંગ

- સ્કીટ મિશ્રિત ટીમ (લાયકાત): મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નારુકા (બપોરે 12.30 વાગ્યાથી)

ટેબલ ટેનિસ

- મહિલા ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલ: ભારત વિ રોમાનિયા (1.30 વાગ્યા પછી)

એથ્લેટિક્સ

- મહિલા 400 મીટર (પ્રથમ રાઉન્ડ): કિરણ પહલ (હીટ ફાઇવ) (3.25 વાગ્યા પછી)

- પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ (રાઉન્ડ 1): અવિનાશ સાબલે (હીટ 2) (રાત્રે 10.35 વાગ્યા પછી)

નૌકાવહન

- મહિલા ડીંગી રેસ 9: નેત્રા કુમાનન (બપોરે 3.45 વાગ્યાથી)

- પુરુષોની ડીંગી રેસ 9: વિષ્ણુ સરવણન (સાંજે 6.10 વાગ્યાથી)

બેડમિન્ટન

- મેન્સ સિંગલ બ્રોન્ઝ મેડલ મેચ: લક્ષ્ય સેન વિ લી જી જિયા (મલેશિયા) (સાંજે 6.00 વાગ્યાથી)

કુસ્તી

- મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિગ્રા - રાઉન્ડ ઓફ 16 - નિશા (સાંજે 6:30)

- મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રા - ક્વાર્ટર ફાઇનલ - નિશા (સાંજે 7:50) (જો ક્વોલિફાઇંગ થાય તો)

-મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિગ્રા-સેમિફાઇનલ-નિશા (1:10 કલાકે) (ક્વોલિફાય થાય તો)

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.