કેનેડાની ફ્લાઈટમાં 16 વર્ષના કિશોરે એવું તે શું કર્યું કે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

1 min read
Thumbnail

કેનેડા જતી ફ્લાઈટમાં એક 16 વર્ષના છોકરાએ તેના જ પરિવારના સભ્યો પર હુમલો કરી પરિવારનાં સભ્યોને લાત-મુક્કા માર્યા હતા. આ ઘટના બાદ પાયલટે વિનીપેગ શહેરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આ ઘટના 3 જાન્યુઆરીએ બની હતી, જ્યારે એર કેનેડાની ફ્લાઈટ નંબર 137 ટોરોન્ટોથી કેલગરી જઈ રહી હતી. કેનેડામાં સ્થાનિક ફ્લાઈટમાં એક 16 વર્ષનાં છોકરાએ પરિવારનાં સભ્યો પર હુમલો કરતા ફ્લાઈટને લેન્ડિંગ કરાવવાની નોબત આવી હતી. આ અંગે બહાર આવેલી વિગતોમાં હુમલો કરનાર છોકરો કેનેડાના ગ્રાન્ડ પ્રેરીનો રહેવાસી છે. પોલીસે કહ્યું કે, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. અન્ય કોઈને ઈજા થઈ નથી અને હુમલા પાછળનો હેતુ અસ્પષ્ટ છે. પરિવારનાં જે સભ્ય પર હુમલો થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે પ્લેન 3 કલાક મોડું પડ્યું હતું.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.