આજનો જમાનો તો અમે બે અમારૂં એક સંતાનનો છે.. સંયુક્ત પરિવાર તો એક ભુતકાળ બની રહ્યો છે, ત્યારે એક પરિવાર એવો છે, જેમાં એક બે નહીં 90 લોકો રહે છે ! એક સાથે ચાર પેઢી રહે છે.
ફરિદાબાદના પલવલી ગામમાં આ પરિવારના વડા છે 93 વર્ષના છજ્જુરામ ! 90 લોકોને રહેવા માટે ઘર પણ મોટું જ જોઇએ અને આ પરિવારનું ઘર એક એકરમાં ફેલાયેલું છે ! પરિવારના લોકો માટે ભોજન બનાવવા માટે 10 ચુલા ઉપયોગમાં લેવાય છે. ઘરના દરેક સભ્યનું કામ વહેંચી દેવાયું છે. કોઇ મુદ્દે ઘરના સભ્યોમાં એકમતિ નહીં હોય તો મતદાન દ્વારા નિર્ણય લેવાય છે.
છજ્જુરામના 6 ભાઇ છે, જો કે તેમાંથી બેના નિધન થઇ ચુક્યા છે. એ છ પરિવારના લોકો એક સાથે રહે છે. પરિવારમાં 39 મહિલાઓ છે અને ચોથી પેઢીમાં છજ્જુરામના પ્રપૌત્રોની સંખ્યા જ 17 છે. મોટો પરિવાર હોવાને કારણે એમનહીં માનતા કે શિક્ષણની જ્યોત તો પ્રજવળતી જ નહીં હોય. વાસ્તવમાં પરિવારમાં કેટલાક વેપાર કરે છે, તો કેટલાક વળી સરકારી નોકરી કરે છે અને કેટલાક ખેતી સંભાળે છે. આ પરિવારની એક દીકરી રજની ભારદ્વાજ આઇએએસ પણ થઇ છે, તે ગુડગાંવના ટેક્સેશન વિભાગમાં ફરજ બજાવે છે. જ્યારે પરિવારના દીપક અને પ્રશાંત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટમાં વકિલાત કરે છે. છજ્જુરામ આ બહોળા પરિવારમાં બે લક્ષ્ય રાખે છે : પરિવાર એક રહે અને પરિવારના દરેક સંતાન શિક્ષિત થાય. ચૂંટણી હોય તો આ પરિવારના બધા જ સભ્યો સાથે જ મત આપવા જાય છે ! ને વળી નાની ચૂંટણી હોય તો તો આ પરિવાર જેને મત આપે એ જ વિજયી થઇ જાય, એ તો સમજી શકાય એમ છે.
About Team gujarat365
Gujarat 365 team.