આ દારુ પીવાનો દમ ખરો ?

2 min read
Thumbnail

દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં વિશ્વભરમાં એટલી બધી મોંઘી વાઇન, વ્હિસ્કી અને બિયર મળે છે કે મોટા ભાગના લોકોને એ પોસાય પણ નહીં! છતાં પોસાય એવો દારુ પીનારાઓની સંખ્યા બહુ મોટી છે, ત્યારે શું તમે જાપાનમાં મળતી વ્હિસ્કી પીવાનો દમ રાખો છો ખરા ?

જાપાનમાં મળતી 'હબુશુ' નામની વ્હિસ્કી પીવા માટે પણ છપ્પનની છાતી જોઇએ એમ કહી શકાય.આખી દુનિયામાં 'જાપાનીઝ સ્નેક વ્હિસ્કી' તરીકે જાણીતી આ વ્હિસ્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. આ વ્હિસ્કી બનાવવામાં સાપનો ઉપયોગ થાય છે. યાદ એ પણ રહે કે જાપાનની આ સ્નેક વ્હિસ્કી એ દારુ નથી, પણ તેને હેલ્થ ટોનિક માનવામાં આવે છે.

જાપાનની સ્નેક વ્હિસ્કીનો વાઇરલ થયેલો વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @travel પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, શું તમે આ જાપાનીઝ સ્નેક વ્હિસ્કી ટ્રાય કરવા માંગો છો? આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લગભગ 2 કરોડ વ્યૂઝ અને 5 લાખ 31 હજાર લાઈક્સ મળ્યા છે.

વાયરલ વીડિયોમાં શરાબની બાટલીમાં સાપ જોવા મળે છે. એ સાપ જાપાનમાં જોવા મળતા હાબુ સાપ છે. આ સાપ પિટ વાઇપર પ્રજાતિનો છે. એ સાપ ઝેરી છે. એ સાપને વ્હિસ્કીમાં બે મહિના સુધી રાખવામાં આવે છે. પિટ વાઇપર ઝેરી સાપ છે, પરંતુ તેનું ઝેર વ્હિસ્કી પીનારા માટે ઘાતક નહીં નીવડી એ માટે ઝેર હળવું કરી દેવાય છે. એ રીતે બનતી વ્હિસ્કી પીવા માટે સલામત છે. એ વ્હિસ્કીનું નામ હબુશુ છે. ઉપરાંત આ વ્હિસ્કી બનાવવાની પ્રક્રિયામાં જડીબુટ્ટીઓ અને મધને એકસાથે ભેળવવામાં આવે છે, જે વ્હિસ્કીને તેનો પીળો રંગ આપે છે. આ રીતે ઝેરી સાપનો ઉપયોગ કરીને બનતી આ વ્હિસ્કી પીવી પણ પીવાના ખેલ નથી.

Team gujarat365

About Team gujarat365

Gujarat 365 team.