ટેડીબિયરની માંગ દુનિયાભરમાં ખૂબ જ છે. અમેરિકામાં દર વર્ષે 5 કરોડ ટેડીબિયર વેચાય છે. આખી દુનિયાની વાત કરીએ તો ટેડીબિયરનો વેપાર 4.90 લાખ કરોડનો છે. આપણે ત્યાં તો ટેડીબિયર બસો પાંચસોનું લઇ આવીએ છીએ, પણ દુનિયામાં સૌથી મોંઘુ ટેડીબિયર 1.3 કરોડનું છે. આ ટેડીબિયર ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઇ વિત્તાંએ બનાવ્યું છે.
મામલો 122 વર્ષ જૂનો છે. તત્કાલીન અમેરિકન પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ શિકાર કરવા નીકળ્યા હતા. ઈરાદો જંગલી રીંછને મારવાનો હતો. પરંતુ આખો દિવસ જંગલમાં શોધખોળ કરવા છતાં પણ પ્રમુખનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સ્થિતિમાં તેમના નોકરે હુજુરીમાં ક્યાંકથી રીંછના બચ્ચાને પકડીને ઝાડ સાથે બાંધી દીધું, ત્યારબાદ રાષ્ટ્રપતિને આ રીંછને નિશાન બનાવીને તેનો શિકાર કરવાનો શોખ પૂરો કરવાનું કહેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ બંદૂકથી નિશાન તાક્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે તેમને નાના રીંછ પર દયા આવતાં તેમણે ગોળીબાર કર્યો ન હતો.
ક્લિફોર્ડ બેરીમેન નામના કાર્ટૂનિસ્ટે આ વાર્તા પરથી કાર્ટૂન બનાવ્યું હતું. આ કાર્ટૂનના આધારે, બ્રુકલિનના રમકડા બનાવનાર મોરિસ મિકટોમે તેની પત્ની સાથે મળીને એક રીંછ બનાવ્યું અને તેનું નામ 'ટેડીબેર' રાખ્યું કારણ કે રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટનું ઉપનામ ટેડી હતું. અહીંથી જ ટેડી રીંછ આખી દુનિયામાં ફેમસ થયું અને આ ખતરનાક પ્રાણી દરેક ઘરમાં ઘૂસી ગયું.
દુનિયામાં ટેડીબિયરની 500 થી વધુ જાતિ છે. દુનિયામાં બનતા ટેડીબિયરમાંથી 90 ટકા અમેરિકા અને ચીનમાં વેચાય છે. દુનિયામાં સૌથી ઊંચું ટેડીબિયર 63 ફીટનું છે. 1903 થી ટેડીબિયરનું વ્યાપારીક ઉત્પાદન શરૂ થયું હતું.
About Team gujarat365
Gujarat 365 team.