અમેરિકાના મિઝોરીમાંએક માતાએ ભુલથી તેના બાળકને પારણાને બદલે ઓવનમાં સુવડાવી દેતાં તેનું મોત નીપજ્યું હતું. બાળક જીવતું શેકાઇ ગયું હતું. કેન્સાસ સિટીના મારિયા થોમસ પર બાળકને માથે જોખમ ઊભુ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શુક્રવારે બપોરે પોલીસને માહિતી મળી હતી કે એક શિશુ શ્વાસ લેતું નથી. ઘટનાના સંભવિત કારણ અંગે કોર્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાળકના શરીર પર દાઝી ગયેલા નિશાન હતા અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક સાક્ષીએ દ્રશ્ય પર પ્રતિક્રિયા આપનારા અધિકારીઓને કહ્યું કે માતાએ ભુલથી બાળકને પારણામાં મૂકવાને બદલે ઓવનમાં મૂકી દીધું હતું. જો કે આવી ગંભીર ભૂલ કઇ રીતે થઇ એ અંગે કશી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
જેક્સન કાઉન્ટીના પ્રોસીક્યુટીંગ એટર્ની જીન પીટર્સ બેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક અત્યંત દુ:ખદ ઘટના છે અને અમૂલ્ય જીવ ગુમાવવાથી અમારું હૃદય તૂટી ગયું છે. અમને વિશ્વાસ છે કે ફોજદારી ન્યાય પ્રણાલી આ ભયાનક ઘટના અંગે યોગ્ય પગલાં લેશે.
About Team gujarat365
Gujarat 365 team.