એમ તો અત્યારે કમૂરતાં ચાલી રહ્યા છે. છતાં લગ્નની સિઝનને આ વર્ષે બ્રેક લાગી નથી. ખાસ તો એનઆરઆઇના લગ્ન તો થાય જ છે. લગ્ન હોય એટલે વર અને કન્યાના ગળામાં હાર તો હોય જ. સામાન્ય રીતે ફૂલોનો એ હાર હોય, પરંતુ ક્યારેક કંઇક નવું કરવાના મૂડમાં યુવાનો અનોખી માળા પણ પહેરતા હોય છે. હરિયાણામાં અત્યારે એક વરરાજાને વરમાળા પહેરેલી દેખાડતો એક વીડિયો જોઇને તમે ચોંકી જશો.
લગ્નમાં ફૂલને બદલે નોટોનો હાર પણ પહેરવામાં ઘણા ગૌરવ અનુભવતા હોય છે. એવું બની શકે કે એ નોટ નકલી જ હોય છે. પરંતુ અત્યારે એક વરરાજોનો વીડિયો વાઇરલ થયો છે, તે જોઇને અચંબામાં પડી જવાય એવું છે. વાઇરલ વીડિયો વાયરલમાં એક વ્યક્તિ ઈમારત પર ઊભો રહ્યો છે અને તેના ગળામાં પહેરેલો હાર જમીન સુધી પહોંચતો જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ યુઝર @dilshadkhan_kureshipurએ તાજેતરમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે. તેના યુઝરનેમમાં કુરેશીપુર લખેલું છે. કુરેશીપુર હરિયાણાનું ગામ છે, તેથી એ વીડિયો હરિયાણાના કુરેશીપુરનો હોવાનું માનવામાં આવે છે.બીજી કોઇ માહિતી એ વીડિયોમાં મળતી નથી, પરંતુ વાઇરલ થયેલો વીડિયો ચોંકાવનારો છે કારણ કે તેમાં વરરાજા જે હાર પહેરીને ઊભો છે, તે હાર ચલણી નોટોનો બનેલો છે. ચલણી નોટને ફૂલનો આકાર આપીને તેનો હાર બનાવાયો છે. વીડિયો સાથે લખેલી વાત સાચી માનીએ તો એ હાર 20 લાખની કિંમતનો હશે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ છત પર ચઢી ગયો છે. તેની આસપાસ કેટલાક લોકો પણ હાજર છે. આ વ્યક્તિના ગળામાં ચલણી નોટોનો હાર છે. એ હાર એટલો લાંબો છે કે તે જમીનને અડી જતો જોવા મળે છે. હારમાં 500 રૂપિયાની નોટમાંથી બનાવેલા ફૂલો જોવા મળે છે.
આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે પોસ્ટ પર ટિપ્પણ કરતાં લખ્યું છે કે, આ વિડીયો જોયા બાદ આવકવેરા વિભાગ તેના ઘરે પહોંચી જશે.
About Team gujarat365
Gujarat 365 team.